Congress ના દિગ્ગજ નેતા Ahmed Patel નું નિધન, એક મહિના પહેલા થયો હતો કોરોના
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું. આ દુ:ખદ સમાચાર તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા. આ સાથે જ ફૈઝલે તમામને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ પણ કરી.
નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું. આ દુ:ખદ સમાચાર તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા. આ સાથે જ ફૈઝલે તમામને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ પણ કરી.
અહમદ પટેલને લગભગ એક મહિના પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. આ દરમિયાન તેમના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ. ત્યારબાદ તેમને ગુરુગ્રામના મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આજે 3:30 વાગે તેમનું નિધન થયું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube